મોરબીના કાલિકા પ્લોટ શેરી નં. 3માં ચૂંટણી બહિષ્કારના બેનેરો લાગ્યા

- text


ગટર, રોડ અને લાઈટ સહિતની પ્રાથમીક સુવિધાના પ્રશ્ને સ્થાનિકોએ ચૂંટણીનો બેહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે મોરબીના એક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે ચૂંટણીના બહિષ્કારનો સુર ઉઠ્યો છે. જેમાં કાલિકા પ્લોટ શેરી નંબર 3 માં ચૂંટણીના બહિષ્કારના બેનેરો લાગ્યા છે.

મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર-3 માં મીઠાના ડેલા પાસે રોડ ઉપર પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનેરો લાગ્યા છે. આ વિસ્તારમાં લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં સારા રસ્તાની સુવિધા મળી નથી. તેમજ ગટરો સતત ગંદકી ઓકી રહી છે. અને સ્ટ્રીટ લાઈટના ધાંધિયા છે. આ સમસ્યાઓનો કોઈ ઉકેલ જ ન આવતા અંતે નેતાઓને બોધપાઠ આપવા માટે આગામી પેટા ચૂંટણીના બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text