મોરબીમાં બાવળીયા હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા તથા ચંદ્રશેખર આઝાદની પ્રતિમાનું અનાવરણ કરાશે

મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા બાવળીયા હનુમાન મંદિર ખાતે બાવળીયા હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા તથા ચંદ્રશેખર આઝાદની પ્રતિમાનું અનાવરણ આગામી તા. 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

મોરબીમાં ઘુનડા-રવાપર રોડ પર માધવ ગૌશાળાની બાજુમાં આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે બાવળીયા હનુમાનજીના નૂતન મંદિરમાં બાવળીયા હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠાના ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કર્તવ્ય જીવદયા કેન્દ્ર તથા યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો પ્રારંભ તા. 29ના રોજ થશે. પ્રથમ દિવસે દેહશુદ્ધિ પ્રાશ્ચિત, જલયાત્રા, બીજા દિવસે ગણપતિ પૂજન – વાસ્તુ પૂજન તેમજ તા. 31ના રોજ શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. આ ઉપરાંત, ક્રાંતિકારી સેનાના સહયોગથી તા. 31ના રોજ સાંજે 5 વાગ્યે કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે ક્રાતિકારી ચંદ્રશેખર આઝાદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate