આજે દુર્ગાષ્ટમી નિમિત્તે મોરબીના વરીયા મંદિરે માતાને ધુપ દ્વારા ઘી અને ગુગળની આહુતી અપાશે

- text


મોરબી : સમગ્ર વરીયા પ્રજાપતિ સમાજના આરાધ્યદેવી વરીયા માતાજીના સાનિધ્યમાં વરીયા મંદિર સો-ઓરડી મોરબી મુકામે દુર્ગાષ્ટમીના પાવન અવસરે આ કોરોના વૈશ્વિક મહામારીમાથી સમગ્ર વિશ્વ ઝડપભેર મુક્ત થાય અને સમસ્ત વરીયા પ્રજાપતિ સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ ભાઈચારાની ભાવના કેળવાય સમસ્ત સમાજના લોકોનું નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય જળવાઈ રહે, એવા શુભ હેતુ સહ ધુપ આહુતિ સંકલ્પ દ્વારા ધી અને ગુગળની આહુતિ આપીને માને (ખીર) નૈવેધ ધરીને તેઓના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવશે. તો આ તકે સમસ્ત વરીયા પ્રજાપતિ સમાજ આ ધુપ આહુતિ સંકલ્પમાં આહુતિ આપીને પોતાના પરીવાર સ્નેહિજનો અને વરીયા પ્રજાપતિ સમાજના ઉપરોક્ત શુભ હેતુ સાર્થક થાય એ માટે ધુપ આહુતિનો અમુલ્ય લહાવો લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text

વર્તમાન કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમા રાખીને સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનુ રહેશે. તેમજ સોશ્યલ ડીસ્ટનસીગનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. આજે તા. 24/10/2020ને શનિવાર (આસો સુદ આઠમ)ના રોજ વરીયા માતાજી મંદિર ખાતે રાત્રીના 9 થી 10 વાગ્યા દરમિયાન કાર્યક્રમ રાખેલ છે. આ ધુપ- આહુતિ સંકલ્પમાં સમાજના દરેક લોકો આહુતિ આપી શકશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text