મોરબી : પરિણીતા પાસે પતિ અને સાસરિયાઓએ દહેજમાં રૂ. બે લાખ માંગ્યાની ફરિયાદ

- text


પરિણીતાની અરજીના આધારે મહિલા પોલીસે અમદાવાદ રહેતા પતિ સહિતના સાસરિયા સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધ્યો

મોરબી : મોરબીમાં હાલ પિયરે રહેતી પરિણીતાએ તેના અમદાવાદ ખાતે રહેતા પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ સહિતના સાસરિયાએ પરિણીતાને પિયરે જઈ બે લાખ રૂપિયા લઈને આવવા અને આ દહેજની રકમ ન લઈ આવે તો પિયરથી પાછા ન આવવાનું કહીને ત્રાસ આપ્યો હોવાની અરજીના આધારે મહિલા પોલીસે પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલ મોરબીના રવાપર કેનાલ રોડ પર આવેલા માધવ પાર્કમાં પિયરે રહેતી ભૂમિબેન કિશનભાઇ ગઢીયા (ઉ.વ.૨૭) એ તેના અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ કૃષણધામ સોસાયટીમાં રહેતા પતિ કિશનભાઇ ધનસુખભાઇ ગઢીયા, સાસુ હંસાબેન ધનસુખભાઇ ગઢીયા, સસરા ધનસુખભાઇ સુદરજીભાઇ ગઢીયા, જેઠ રીલેશભાઇ ધનસુખભાઇ ગઢીયા અને જેઠાણી ડીમ્પલબેન રીલેશભાઇ ગઢીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીને આરોપીઓએ અવાર-નવાર કહેલ કે તને કાંઇ ઘરકામ આવડતુ નથી. તેમ કહી મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપીને આરોપીઓએ ફરીયાદીને કહ્યું હતું કે તારા પિયરમાં જઇને તારા પિતા પાસેથી રૂપિયા બે લાખ લઇ આવ નહિતર તારા પિયરમાં પાછી જતી રહે તેમ કહી દહેજના પૈસાની માંગણી કરી ફરીયાદીને મેણા ટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં મહિલા પોલીસે પરિણીતાની અરજીના આધારે પતિ સહિતના સાસરિયા સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text