મોટા ખીજડીયા ગામમાં અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામમાં અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 19ના રોજ મોટા ખીજડીયા ગામમાં સ્પેલન્ડર મો.સા નં- જી.જે-૩૬-એમ-૧૩૮૯ લઇ બાઇકચાલક મોરબી ખાતેથી કડીયા કામ પુરૂ કરી તેના ગામ નાના ખીજડીયા આવતા હતા. ત્યારે મોટા ખીજડીયા ગામે સતીમાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવતા કોઇ અજાણ્યા વાહનની ઠોકર લાગતા તેમણે મોટર સાયકલના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આથી, તેનુ મોટર સાયકલ રોડની નીચે ઉતરી જતા ત્યા રોડ પાસે સાઇડમા આવેલ પીપળના ઝાડ સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા તથા જમણા પગે ફેકચર જેવી ઇજા થઈ હતી. અને તેનું મૃત્યુ થયું હતું. તેમજ અજાણ્યો વાહનચાલક નાશી છૂટ્યો હતો. ગઈકાલે તા. 23ના રોજ મૃતકના ભાઈ રમેશભાઇ રાણાભાઇ લાધવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text