મોરબી : કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબી તાલુકામાં આવેલ એક કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં રહેતા 30 વર્ષીય મહેશ ઉર્ફે મયુર નારણભાઈ વડાવીયાએ ગઈકાલે મોડી રાત્રે જેતપર રોડ પર પાવડીયારી કેનાલ પાસે આવેલ આરટીકોન સિરામીક નજીક હરિ ઇન્ડસ્ટ્રીઝ વેસ્ટ રિ-સાયકલના સ્ટોર વિભાગની ઓરડીમાં લોખંડની એન્ગલમાં દોરડા વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં પોલીસ બનાવની તપાસ કરી રહી છે. અને યુવકે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણવા પ્રયાસ કરી રહી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text