નવાગામથી મેઘપર વચ્ચે બાવળમાં છુપાવેલ વિદેશી દારૂની 201 બોટલો ઝડપાઇ

- text


માળીયા (મી.) : માળીયા (મી.)માં નવાગામથી મેઘપર વચ્ચે બાવળમાં છુપાવેલ વિદેશી દારૂની 201 બોટલો ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સની સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબી-માળીયા વિધાનસભા પેટાચૂંટણીના માહોલ વચ્ચે ગઈકાલે તા. 22ના રોજ નવાગામથી મેઘપર જવાના રસ્તે ડાબી બાજુ આવેલ સ્મશાન બાજુમા બાવળની કાંટમા નાસીર યુસુફભાઇ જામ (રહે. નવાગામ)એ ગે.કા. પાસ પરમીટ વગર વેચાણ કરવાના ઇરાદે અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ 201 કી.રૂ. 50,900નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ મળી આવ્યો હતો. પોલીસની રેઇડ દરમિયાન આરોપી નાસીર હાજર નહિ હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text