મોરબી : કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, અમિત ચાવડા, મોઢવાડીયા સહિતના સભાઓ ગજવશે

કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઈ પટેલના સમર્થનમાં સ્ટાર પ્રચારકો મોરબી-માળીયા તાલુકામાં જીતશે જયંતિલાલનો નાદ ગુંજતો કરશે : કાંતિ અમૃતિયાના ગામ જેતપર ખાતે હાર્દિક પટેલની આજે રાત્રીના સભા

મોરબી : ઉમેદવાર ભલે સ્થાનિક હોય અને પાર્ટી પણ ભલે કોઈપણ હોય, ચૂંટણીની મોસમમાં સ્ટાર પ્રચારકોની ભારે બોલબાલા રહેતી હોય છે અને સ્થાનિક મતદારોમાં એનું આકર્ષણ પણ હોય છે. 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારવામાં આવી છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં હાર્દિક પટેલની પોપ્યુલારીટી જોતા હાર્દિક પટેલ દિવસ રાત અન્ય નેતાઓ સાથે શહેરી વિસ્તારની સાથે છેવાડાના ગામડાઓ ખૂંદી રહ્યા છે.

65 મોરબી-માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલના પ્રચાર અર્થે કોંગ્રેસના યુવા નેતા તથા ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તારીખ ૨૩/૧૦/૨૦૨૦ને શુક્રવારે રાતે ૮:૦૦ કલાકે જેતપર ગામ ખાતે જનસભાને સંબોધન કરશે. “જીતશે જયંતિલાલ”ના નારા સાથે મોરબી-માળિયા મતક્ષેત્રમાં કોંગ્રેસનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે ત્યારે #ગદ્દારજયચંદોજવાબ_આપો; હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા પરેશ ધનાણીએ કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં ગયેલા નેતાઓ માટે જયચંદ અને ગદ્દાર જેવા શબ્દો થકી ચાબખા માર્યા હતા. પેટા ચૂંટણી માટે જવાબદાર આવા નેતાઓને શા માટે મત આપવો જોઈએ એવો વેધક સવાલ પણ ધનાણીએ ઉઠાવ્યો હતો.

પ્રદેશ કક્ષાના નેતાઓને પ્રચાર મેદાનમાં ઉતારીને કોંગ્રેસે ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવી દીધો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલ છેલ્લા બે દિવસથી મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં સભા ગજવી રહ્યા છે. હાર્દિક પટેલ તારીખ 23ના રોજ મોરબીના જેતપર ગામે સભા ગજવશે. તો 24 ઓક્ટોબરના રોજ વિપક્ષી નેતા પરેશ ધાનણી મહેન્દ્રનગર ખાતે, તારીખ 27 ઓક્ટોબરના રોજ કોંગ્રેસના દિગજ્જ નેતા અર્જુનભાઇ મોઢવડીયા મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં અને તારીખ 28 ઓક્ટોબરના રોજ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ સભા ગજવશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તથા સ્થાનિક નેતાઓની પણ ડોર ટુ ડોર પ્રચાર તેમજ જ્ઞાતિ વાઇઝ અને જુદાજુદા લેવલે મીટીંગનો દૌર ચાલી રહ્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate