મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતો એક પકડાયો

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પકડાયો છે. આ શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગત તા. 21ના રોજ મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે માધવ માર્કેટ સામે દિનેશભાઇ જેમલભાઇ નાગર (ઉ.વ. 42, રહે. મોરબી)ને એકટીવામાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 4 (કિ.રૂા.1200) વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો અને એકટીવા મળી કુલ કિ.રૂ. 26,300નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text