મોરબી ABVP દ્વારા આયોજિત અભ્યાસ વર્ગમાં જિલ્લા સમિતિની હોદેદારોની નિમણુંક કરાઈ

- text


મોરબી : ABVP – મોરબી દ્વારા જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં જિલ્લા સમિતિના હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી.

ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દર વર્ષે જિલ્લા અભ્યાસ વર્ગ યોજી વિદ્યાર્થીઓને વિવિધ સત્રો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ જ રીતે ABVP મોરબી દ્વારા શિશુ મંદિર – સનાળા ખાતે જિલ્લાનો અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં ABVPના હાલ રાજકોટ વિભાગ પ્રમુખ રવીસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે સંજયભાઈ વીરડીયાની નિમણુક કરવામાં આવી હતી. તેમજ જિલ્લા સંયોજક તરીકે મનદિપસિંહ ઝાલા તેમજ જિલ્લા કાર્ય સમિતિમાં સદસ્ય તરીકે સંદિપસિંહ જાડેજા, જયદીપભાઈ ડાભી, લકીરાજસિંહ ઝાલા, જાનકીબેન મહેતા, અક્ષીતાબેન જોષી તેમજ વિશ્વરાજસિંહ જાડેજા, આર્યનભાઈ ત્રિવેદી, જયદીપસિંહ ઝાલા, મયુરભાઈ કંઝારીયા, રાજદીપસિંહ ઝાલાની નિમણુંક કરવામા આવી હતી. તેમજ અભ્યાસ વર્ગમાં મોરબી શાખા તેમજ વાંકાનેર શાખાના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. તેમ ABVP – મોરબીના કાર્યાલય મંત્રી અશિષસિંહ ઝાલા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text