રાજકોટ પોલીસની ત્રીજી આંખના છબરડા યથાવત: મોરબીના યુવકને ખોટો મેમો ધાબડ્યો

- text


મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામના યુવકને રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા સંચાલિત સીસીટીવી સર્વેલન્સ મારફત અન્ય એક્ટિવા ચાલકના નિયમભંગ બદલ મેમો ફટકારવામાં આવ્યો હતો.

મોરબી તાલુકાના ખરેડા ગામના યુવકના એક્ટિવાના રજિસ્ટ્રેશન નંબર GJ-03-FS – 8113 છે. જ્યારે પરેશભાઈ ભાણજીભાઈ ડઢાણીયા નામના આ યુવકના સરનામે એક મેમો રાજકોટ સીટી ટ્રાફિક પોલીસ તરફથી મોલકવામાં આવ્યો હતો જેમાં પાડેલા ફોટામાં 5813 નંબરનું એક્ટિવા હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. 500 રૂપિયાના ફટકારેલા આ મેમાને લઈને એક્ટિવા માલિક યુવાન અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ ગયો હતો. રાજકોટ સ્થિત ગ્રીનલેન્ડ ચોકડી પર લાગેલા સીસીટીવી કેમેરામાં અન્ય એક્ટિવા ચાલકે કરેલા ટ્રાફિક નિયમભંગ બદલ મોરબીના યુવાનને મેમો મળતા રાજકોટ ટ્રાફિક બ્રાન્ચની સીસીટીવી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text