પંકજ રાણસરિયા સહિત 8 અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછા ખેંચી લીધા : હવે 12 ઉમેદવારો મેદાનમાં

- text


મોરબી-માળીયા વિધાનસભા બેઠકનો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો રેહશે

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકમાં આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરિયા સહિત 8 અપક્ષ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી. માટે હવે ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 12 ઉમેદવારો વચ્ચે મોરબી પેટા ચૂંટણીનો જંગ ખેલાશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એક સ્થાનિક પક્ષ તેમજ 9 અપક્ષના ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને આવ્યા છે.

મોરબી વિભાનસભા પેટા ચૂંટણી માટે કુલ 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાની તારીખે કુલ 8 અપક્ષ ઉમેદવારોએ મેદાન છોડી દીધું છે. જેમાં પરમાર વિપુલ જેરામભાઈ, પંકજ કાંતિલાલ રણસરિયા, ખાંભરા મેરામ બીજલભાઇ, સુમરા નિયામતબેન હનીફભાઈ, આરીફખાન મહંમદ હુસેન, મીરાણી વિવેક જયંતીલાલ, ગોગરા દીપકભાઈ ગાંડુંભાઈ અને ચનાણી મુસા અભરામએ ફોર્મ પરત ખેંચ્યા છે.

ફોર્મ પરત ખેંચાયા બાદ હવે કુલ 12 ઉમેદવારો ફાઇનલ મેદાનમાં રહ્યા છે. જેમની વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાશે

- text

ફાઇનલ ઉમેદવારોની યાદી

1) ભાજપ તરફથી બ્રિજેશ મેરજા
2) કોંગ્રેસ તરફથી જયંતિભાઈ પટેલ
3) ઓલ ઇન્ડિયા મજલિસ -એ- ઇન્કલાબ- એ-મિલ્લત તરફથી ભટ્ટી હુસેન
4) અપક્ષ ઉમેદવાર – કાસમ સુમરા હાજીભાઇ
5) અપક્ષ ઉમેદવાર – જાદવ ગીરીશભાઈ ગોવિંદભાઇ
6) અપક્ષ ઉમેદવાર – જેડા અબ્દુલભાઇ હાજીભાઇ
7) અપક્ષ ઉમેદવાર – પરમાર વસંતલાલ દામજીભાઇ
8) અપક્ષ ઉમેદવાર – બ્લોચ ઇસ્માઇલ યારમહમ્દભાઈ
9) અપક્ષ ઉમેદવાર – ભીમાણી જ્યોત્સનાબેન સવજીભાઈ
10) અપક્ષ ઉમેદવાર – મકવાણા પરષોત્તમ વાલજીભાઇ
11) અપક્ષ ઉમેદવાર – મોવર નિઝામભાઇ ગફૂરભાઇ
12) અપક્ષ ઉમેદવાર – સિરાજ પોપટિયા અમીરઅલી 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text