મોરબી : મચ્છું-1 ડેમ ફરી 0.09 ફૂટથી ઓવરફ્લો, હેઠવાસના 22 ગામોને કરાયા એલર્ટ

 

 

મોરબી : મોરબીનો મચ્છું-1 ડેમ ફરી 0.09 ફૂટથી ઓવરફ્લો થયો છે. હાલ ડેમમાંથી 223 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. જેથી મોરબી તાલુકાના અદેપર, લખધીરનગર, લીલાપર, મકનસર, વાંકાનેર તાલુકાના ધમાલપર, ઢૂંવા, ગારીયા, હોલમઢ, જાલસિક્કા, કેરાળા, લૂણસરિયા, મહિકા, પાંઝ, પંચાસર, પંચાસિયા, રાણકપૂર, રસિકગઢ, રાતીદેવડી, શોભલા, વઘાસિયા, વાંકાનેર અને વાંકીયા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.