હળવદના પાંડાતીરથમાં બે જગ્યાએ વીજળી પડી

 

વાડી વિસ્તારમાં વીજ પોલ પર અને લીમડા ઉપર વીજળી પડી : કોઇ જાનહાનિ નહીં

હળવદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સમી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો આ વરસાદને કારણે ખેડૂતોને નુકસાની સો ટકા થશે તેવું જાણવા મળી રહ્યું છે સાથે જ વરસાદની સાથે વીજળીના કડાકા-ભડાકા પણ થતા હોય જેને લઇ તાલુકાના પાંડાતીરથ ગામએ જુદી જુદી બે જગ્યાએ વાડી વિસ્તારમાં વીજળી પડી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે જોકે કોઇ જાનહાનિના થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

હળવદમા આજે ઢળતી સાંજે જોરદાર વરસાદનુ ઝાપટું વરસ્યું હતું. આ કમોસમી વરસાદને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે સાથે હળવદ તાલુકાના પાંડાતીરથ ગામ એ જુદી જુદી બે જગ્યા ઉપર વીજળી પડવાના બનાવો પણ સામે આવ્યા છે જેમાં સુખદેવસિંહ રાજપુત ની વાડીએ લીમડા પર વીજળી પડી હતી જ્યારે જગાભાઈ કોળી ની વાડીએ વીજપોલ પર વીજળી પડી હોવાનું ગામના સરપંચ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

જો કે આ લખાય છે ત્યાં સુધી વરસાદી માહોલ છવાયો છે અને વરસાદના છાંટાઓ પડી રહ્યા છે હાલ આ વરસાદને કારણે ઘણા ખેડૂતોના ખેતરમાં મોલ તૈયાર થઈ ગયો છે તેવા સમયે વરસાદ વરસી રહ્યો છે જેને લઇને ખેડૂતો પણ મોટી નુકસાની થવાની ચિંતામાં ગરક થયા છે.