મોરબી : કાયદા વિદ્યા શાખામાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા ABVP દ્વારા અધિક કલેક્ટરને આવેદન

- text


મોરબી : આજ રોજ ABVP – મોરબી દ્વારા કાયદા વિદ્યા શાખામાં પ્રવેશ પ્રક્રિયા તુરંત શરુ કરવા અંગે મોરબી જિલ્લા અધિક કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે હાલમાં દરેક યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનના પરિણામો જાહેર થઈ ગયેલ છે. કાયદા વિદ્યા શાખામાં અભ્યાસ માટે ઇચ્છુક વિધાર્થીઓની હાલ પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવેલ નથી. થોડા સમય પહેલા B.C.I. દ્વારા પરિપત્ર કરીને જરૂરી પૂર્તતા કરવા માટેના આદેશ આપેલ છે. જેની પૂર્તતા સરકાર દ્વારા કરવી જરૂરી છે. આથી દરેક કોલેજો/યુનિવર્સિટી દ્વારા નિયમો પરીપૂર્ણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરેલ છે. જયાં સુધી સરકાર અને કોલેજ/યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય નહી ત્યાં સુધી પ્રવેશ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં કાયદા વિદ્યા શાખામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ ઇચ્છુક વિધાર્થીઓ ખૂબ જ મુંઝવણમાં છે. ત્યારે આજ રોજ ABVP દ્વારા ગુજરાત પ્રદેશના સર્વ જિલ્લાઓમાં મુખ્યમંત્રીને કલેકટર મારફત આવેદન પત્ર પાઠવવામાં આવ્યા છે. ત્યારે ABVP મોરબી શાખા દ્વારા મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશીને આવેદન પત્ર પાઠવામાં આવ્યું છે. અને રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે કાયદા વિદ્યા શાખામાં પ્રવેશ પ્રક્રિયા આગામી ત્રણ દિવસમાં ચાલુ કરવામાં આવે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text