મોરબીમાં અગ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વશાંતિ અને કોરોનામુક્તિ અર્થે મહારુદ્ર યજ્ઞ કરાયો

- text


મોરબી : હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. હજુ સુધી કોરોનાની કોઈ વેક્સીન બજારમાં આવી નથી. છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલી કોરોના મહામારીનો અનેક લોકો ભોગ બન્યા છે. તેમજ કોરોનાના પગલે લોકો માનસિક બીમારીથી પણ પીડાય રહ્યા છે. ત્યારે મોરબીમાં અગ્નેશ્વર મંદિર ખાતે વિશ્વશાંતિ અને કોરોના મુક્તિ અર્થે મહારુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો છે.

આજે તા. 15ના રોજ મોરબી શહેરમાં આવેલા અગ્નેશ્વર મિત્ર મંડળ દ્વારા અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે અગ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહારુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો છે. અગ્નેશ્વર મહાદેવ મંદિર દ્વારા દર વર્ષે વિશ્વશાંતિ માટે મહારુદ્ર યજ્ઞ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે વિશ્વશાંતિની સાથે વૈશ્વિક મહામારી કોરોનાથી મુક્તિ અર્થે પણ યજ્ઞ કરવામાં આવ્યો છે. આ તકે ઉપસ્થિત મંદિરના પૂજારી, યજ્ઞના યજમાન તથા બ્રાહ્મણ અને ભાવિકોએ કોરોના વાયરસનો નાશ થાય અને દેશ સહીત વિશ્વભરના લોકોને કોરોના સામે લડવાની શક્તિ મળે તે માટે ભોળાનાથને પ્રાર્થના કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text