મોરબીમાં રવાપર રોડ પર ઉભરાતા ગટરના પાણીથી સ્થાનિકો ત્રસ્ત

- text


મોરબી : સદીઓ બાદ આવતી મહામારીની ત્રાસદીમાંથી વિશ્વ આજે પસાર થઈ રહ્યું છે. ભારતના તમામ રાજ્યો સહિત ગુજરાતના દરેક જિલ્લા, તાલુકાઓ પણ મહામારીના ભરડામાં છે. ત્યારે સ્વચ્છતા અંગે ખાસી તકેદારી રાખવાની જરૂરિયાત વચ્ચે મોરબી શહેરની કાયમી અને માથાના દુઃખાવારૂપ ગટરો ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી.

મોરબીના રવાપર રોડ સ્થિત પટેલ સોસાયટી, ગોપાલની સામે આસોપાલવ સહિતની સોસાયટીઓમાં હાલ ગટરના ઉભરાતા દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળાનો ભય ઝળુંબી રહ્યો છે. દૂષિત પાણીને લઈને ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. આ પાણીમાં મચ્છરો ઉત્તપન્ન થઈ રહ્યા છે. પાલિકા તંત્રને સ્થાનિકોએ વારંવાર કરેલી રજૂઆતો બહેરા કાને અથડાઈને પરત ફરે છે પણ આ વિસ્તારની સમસ્યા નિવારણ હેતુ સફાઈકર્મીઓ ફરકતા નથી. એક તરફ લોકોમાં કોરોનાને લઈને વ્યાધિ છે ત્યાં ઉભરાતા ગટરના પાણીથી ઉપાધિ પણ વધી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર સત્વરે આ સમસ્યાનો કાયમી નિવેડો લાવે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text