ગુરુવારે વિજય મુહૂર્તમાં બ્રિજેશ મેરજા ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે

- text


 

મોરબી : જે રીતે પૂર્વાનુમાન થઈ રહ્યું હતું એ પ્રમાણે જ 65- મોરબી-માળીયા વિધાનસભાના બીજેપીના સત્તાવાર ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત થતાં જ ચૂંટણીનો માહોલ હવે રંગ પડશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તારીખ 15 ઓક્ટોબર અને ગુરુવારે બપોરે ૧૨ વાગ્યે ૩૯ મિનિટના વિજય મુહૂર્તમાં બ્રિજેશ મેરજા બીજેપીના સત્તાવાર ઉમ્મદવાર તરીકે પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કરશે.

- text

જાણવા મળતી વિગતો મુજબ બ્રિજેશભાઈ મેરજાનું નામ સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર થયું છે ત્યારે ડમી ઉમેદવાર તરીકે સતવારા સમાજના આગેવાન ગણેશભાઈ ડાભીનું ફોર્મ રજૂ કરવામાં આવશે. કુલ ચાર સેટમાં આ ફોર્મ ભરાશે અને વિવિધ સમાજના ચાર આગેવાનો દરખાસ્ત કરશે. પહેલી દરખાસ્ત પ્રદીપભાઈ વાળા કરશે જ્યારે બીજી દરખાસ્ત દલિત સમાજના ગૌતમભાઈ સોલંકી ત્રીજી દરખાસ્ત ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજસિંહ જાડેજા અને ચોથી દરખાસ્ત આહિર સમાજના અગ્રણી જેઠાભાઇ મિયાત્રા કરશે. એક મુખ્ય ઉમેદવાર અને એક ડમી ઉમેદવાર ફોર્મ રજુ કરવા માટે જશે ત્યારે એક ઉમેદવાર સાથે બે વ્યક્તિ અને દરખાસ્ત મુકનાર ત્રીજી વ્યક્તિ સહિત કુલ ચાર લોકો જશે. સૌરભભાઈ પટેલ આઇ.કે.જાડેજા અને મોહનભાઈ કુંડારીયા ફોર્મ રજુ કરવા જતા સમયે સાથે રહેશે. ફોર્મ રજૂ કરતાં સમયે કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સ અનુસાર સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની સુરક્ષાનું ખાસ પાલન કરવામાં આવશે એવું સ્થાનિક આગેવાનોએ જણાવ્યું છે. ફોર્મ ભરાયા બાદ બીજેપીના દીગ્ગજ નેતાઓ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર-પ્રસાર માટે ફરી વળશે. જેની રૂપરેખાને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.

- text