મોરબી અને વાંકાનેરમાં વધુ બે બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઇ

- text


મોરબી : મોરબી જિલ્લામાં હમણાંથી જુના બાઈક ચારીના બનાવોની ફરિયાદ નોંધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે મોરબી અને વાંકાનેરમાં વધુ બે બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ જુના બાઈક ચોરીની ફરિયાદ હવે છેક નોંધાતા પોલીસ ટૂંક સમયમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો હોવાની જાહેરાત કરે તેવી શકયતા છે.

બાઈક ચોરીના બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨માં રહેતા અને ઇલેકટ્રીક કામ કરતા અલ્પેશભાઇ જગજીવનભાઇ માકાસણા (ઉ.વ.૩૨)નું GJ-36-D-8801 નંબરનું બાઈક ગત તા. ૪ના રોજ મોરબીના સાવસર પ્લોટ શેરી નં.૮માં આંખની હોસ્પીટલ સામેથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો.

- text

જ્યારે બાઈક ચોરીના બીજા બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતા બાબુભાઇ જગાભાઇ ભવાણીયા (ઉ.વ. ૩૨) એ ગત તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ વાંકાનેરના રાતાવીરડા પાસે પોતાના કાકાનું પાર્ક કરેલું જી.જે.-૩૬-જે -૮૭૪ નંબરનું બાઈક અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. હાલ તો પોલીસે આ જુના બાઈક ચોરીના બનાવોની ફરિયાદ લઈને તપાસ ચલાવી રહી છે. જો કે આગામી ટૂંક સમયમાં પોલીસ બાઈક ચોરીના આરોપીઓ પકડાયા તેવી જાહેરાત કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text