માળીયા (મી.) 108ની ટીમે સગર્ભાની જોખમી પ્રસુતિ કરાવી માતા અને બાળકના જીવ બચાવ્યા

- text


માળીયા (મી.) : ઇમરજન્સી કેસ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલ 108 એમ્બ્યુલન્સ સેવા છેવાડાના લોકો સુધી પહોંચી તેમના જીવ બચાવવાની કામગીરી કરી રહી છે. અવારનવાર સગર્ભાઓને પ્રસુતિ સમયે હોસ્પિટલ સુધી પહોંચાડવા મુશ્કેલ હોય તેવા સમયે 108 વાન સીધી દર્દી સુધી પહોંચી સારવાર કરી જીવ બચાવ્યા હોવાના અનેક કિસ્સા છે.

આવો જ એક કિસ્સો આજે માળિયા તાલુકાના માણાબા અને ખાખરેચી ગામ વચ્ચે કારખાનામાં બન્યો હોવાનું સામે આવ્યું હતું. અહીં રાધાબેન જુવાનસિંગ સિંગડ નામની સગર્ભાને રાત્રીના સમયે પ્રસૃતિ પીડા ઉપડી હતી. આ અંગે 108ની ટીમને જાણ કરાતા માળીયા 108ની ટીમના ઈએમટી વિજયભાઈ દૂધરેજિયા અને પાઈલોટ ધર્મેન્દ્રભાઈ બકુત્રાની ટીમ ત્યાં પહોંચ્યાં હતા. સ્થળ પર પહોંચ્યા બાદ સ્ટાફને ખ્યાલ આવી ગયો હતો કે સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવા જેટલો સમય રહ્યો ન હતો. જેથી, ૧૦૮ ટીમે સ્થળ પર જ સગર્ભાને ડીલીવરી કરાવી હતી.

આ દરમિયાન બાળકના ગળામાં કોડ વીંટળાયેલ હોય અને ડીલીવરી બાદ બાળક રડતું પણ ના હતું. જેથી, ઈઆરસીપી અને ઇએમઈ વિરાટભાઈના માર્ગદર્શનથી અને ઇએમટીની કોઠાસૂઝથી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો અને માતા અને નવજાત બાળકને જેતપર સીએચસી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અગત્યના સમયમાં જ્યારે સારવારની જરુર હતી ત્યારે 108ના સ્ટાફે કરેલી કામગીરીથી ખુશ પરિવારજનોએ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text