વાંકાનેર-મોરબી હાઇવે પર આઇસરે કારને હડફેટે લેતા પોલીસ કર્મી સહીતનો પરિવાર ઈજાગ્રસ્ત

- text


વાંકાનેર : મોરબી-વાંકાનેર હાઇવે પર આઇસરચાલકે કારને હડફેટે લેતા પોલીસ કર્મી અને તેનો પરિવાર ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 11ના રોજ રાતના 9 વાગ્યા આસપાસ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર નર્સરી સામે આઇસર રજિ. નં.- જી.જે-૩૬-ટી-૪૫૮૨ના ચાલકે ગફલતભરી રીતે નેશનલ હાઇવે રોડ ઉપર બન્ને તરફ જોયા વગર આઇસર ચલાવી વિજયભાઇ પરસોતમભાઇ છાસીયા (રહે. હળવદ પોલીસ લાઇનના કવાર્ટરમા)ની હુન્ડાઇ આઇ-૧૦ કાર રજિ.નં- જી.જે-૧૩ એ.એચ ૦૯૧૩ સાથે એકસીડન્ટ કર્યું હતું. આથી, વિજયભાઈના પત્ની ઉષાબેનને ડાબા પગમા ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ વિજયભાઇ, મીના તથા રૂદ્ર (ઉ.વ. 5)ને મુંઢ ઇજાઓ થઇ હતી. હાલમાં પોલીસે બનાવની ફરિયાદ નોંધી આઇસરચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text