મોરબીના વાવડી રોડ ઉપર ખુલ્લી ગટરની કુંડી અબોલ પશુઓ માટે જોખમી બની

- text


જોખમી બનેલી ખુલ્લી ગટરની કુંડીમાં વારંવાર અબોલ પશુઓ પડી જતા હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કપિલા હનુમાનજી ચોક પાસે આવેલી ગટર એકદમ ખુલ્લી હોવાથી આ ગટરની કુંડી જોખમી બની ગઈ છે. વારંવાર આ ખુલ્લી ગટરમાં અબોલ પશુઓ પડી જાય છે. આ ખુલ્લી ગટરથી સ્થાનિક લોકો સામે પણ જોખમ ઉભું થયું છે. જો કે વારંવાર અબોલ પશુઓ પડી જતા હોય, આ અંગે અનેક રજુઆત કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી. આથી, વધુ એક ગાય આ ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જો કે જોખમી બનેલી ખુલ્લી ગટરમાં વારંવાર અબોલ પશુઓ પડી જતા હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ ગંભીર સમસ્યા ઉકેલવા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text