ટંકારા : કપાસના ટેકાના ભાવ અને ખરીદીની તારીખ જાહેર કરવાની માંગ

- text


ગત વર્ષે અડધાથી વધુ ખેડુતોએ પોતાનો માલ મફતના ભાવે મજબુર બની વેંચવો પડ્યો હતો, ત્યારે ત્રણેય ગ્રેડની ખરીદી કરવા રજૂઆત

ટંકારા : સફેદ સોનાનું સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યમા ગુજરાત પ્રથમ હરોળમા હોવા છતાં ટેકાના ભાવે ખરીદી કરવાની વાત તો દૂર પણ જાહેરાત કરવામા હજી દુર-દુર સુધી દેખા ન દેતા ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠનની ટીમ દ્વારા કપાસની ખરીદી અંગે આગોતરૂ આયોજન કરવા ટકોર કરવામાં આવી છે. ટીમના કન્વીનર જયેશ ભટાસણાએ જણાવ્યું છે કે “કપાસના ઉત્પાદન કરતા ખેડુતો સાથે સાવકી માતા સમાન વ્યવહાર થઈ રહ્યો છે. નવી સિઝનની આવક ચાલુ થઈ હોવા છતા પણ કોઈ જાહેરાત થઇ નથી. જ્યારે રાજસ્થાન, હરિયાણા, પંજાબ સરકારે ખરીદી શરૂ કરી દીધી છે અને મહારાષ્ટ્ર સરકારે રજીસ્ટ્રેશન કરી લીધું છે, ત્યારે ગુજરાત સરકાર શેની રાહ જુએ છે?”

આ ઉપરાંત, સંગઠનના ગૌતમ વામજાએ સરકારને જણાવ્યું છે કે માત્ર A ગ્રેડ નહીં, પરંતુ B અને C ગ્રેડની ખરીદી પણ ટેકાના ભાવે થાય એ જરૂરી છે. સારો-સારો માલ લઇ ગયા પછી નબળા માલને વેપારી મફતમા અને મહેરબાની કરતા હોય, એવી રીતે માંગે છે. જેથી, નુકસાન ખેડુતોનુ થઈ રહ્યું છે ત્યારે આ અંગે તાત્કાલીક ધટતુ કરવા સરકારને રજુઆત કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text