ટંકારા : જાહેરનામા ભંગના મામલે બાબતે હાર્દિક પટેલ સહિત 30 નેતાઓને રાહત

- text


ટંકારા : 2017ની સાલમાં ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે જાહેરનામાનો ભંગ કરીને સભા યોજવા બાબતે પાસ અને કોંગ્રેસના જે તે સમયના ૩૪ જેટલા નેતાઓ, કાર્યકર્તાઓ પર જાહેરનામાના ભંગ બદલ ટંકારાની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેની આજરોજ મુદત હોવાથી 34 પૈકીના 30 આરોપીઓ મુદતે હાજર રહ્યા હતા. જ્યારે બે આરોપીનું નિધન થયું છે અને બે આરોપી સો રૂપિયાનો દંડ ભરીને અગાઉ આ કેસમાં જે તે સમયે મુક્તિ મેળવી હતી. જોકે આજે ઉપસ્થિત થયેલા તમામે તમામ 30 આરોપીઓને કાયદાકીય પ્રક્રિયાના ભાગ હેઠળ આ કેસમાંથી મુકત કરવામાં આવ્યા હતા.

ટંકારા ખાતે 2017ની સાલમાં જાહેરનામાના ભંગ બદલ પાસના 34 નેતાઓ આગેવાનો અને કાર્યકર્તાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અલબત્ત એ આંદોલન દરમિયાન થયેલા તમામ કેસોને સરકારે વિડ્રોલ કર્યા હતા. આમ છતાં ટંકારાના કેસમાં કલેકટર પાસે વિડ્રોલની ખરી નકલ ન પહોંચતા આજે તમામ આરોપીઓને કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. જેથી હાર્દિક પટેલ, લલિત કગથરા, લલિત વસોયા, રેશમા પટેલ, ગીતા પટેલ, વરૂણ પટેલ, અમિત ઠુંમર, મહેશ રાજકોટિયા સહિતના તમામ આરોપીઓ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે મોરબી જિલ્લા કલેકટર તરફથી સરકારી વકીલ પૂજા જોશીને આ કેસ સરકારે વિડ્રોલ કર્યો હોવાની ખરી નકલ મોકલી આપતા અને તેને કોર્ટમાં રજૂ કરતા કેસ વિડ્રોલ થયેલો જાહેર થયો હતો.

ઉલ્લેખનીય છે કે જે તે સમયના સાથી અને મિત્રો રહી ચૂકેલા આરોપીઓ હાલ અલગ અલગ પાર્ટીઓમાં હોદ્દેદારો છે. જો કે, તમામ નેતાઓ એકસાથે મળી ચર્ચા કરતા નિહાળવા મળ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text