ચૂંટણીની મૌસમમાં જાણવા જેવી વાત : મતદારોની આંગળી પર લગાવાતી શાહી કેમ દિવસો સુધી જતી નથી?

- text


કર્ણાટકના મૈસુર જિલ્લામાં બને છે આ શાહી, માત્ર એક કંપની પાસે જ છે શાહી બનાવવાનો ઈજારો

મોરબી : થોડા દિવસો પહેલા કેન્દ્રના ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત રાજ્યની ખાલી પડેલી 8 વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરત કરી દેવામાં આવી છે. પેટા ચૂંટણી જાહેર થતાની સાથે જ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મતદાન વખતે વપરાતા ઇવીએમ મશીન, વિવિપેટથી લઈ સ્ટેશનરી જેવી નાની-નાની ચીજ વસ્તુઓની જરૂરીયાતની યાદી બનાવી તેની વ્યવસ્થા કરી રહી છે.

આવી ચીજ વસ્તુઓમાં એક અગત્યની ચીજ એવી છે કે જે કર્ણાટકના મૈસુરની એક ફેક્ટરીમાંથી આવે છે. આ ચીજવસ્તુ એટલે મતદારને મતદાન સમયે ડાબા હાથની આંગળીમાં લગાવવામાં આવતી શાહી. આ શાહી મતદાન સમયે મતદાર એક વાર મતદાન કર્યા બાદ ફરીવાર મતદાન ન કરે તે માટે ખાસ ઓળખ રૂપે લગાવવામાં આવે છે. આ શાહી એક ખાસ પ્રકારની હોય છે. જે એકવાર ચામડીમાં લાગી ગયા બાદ સાબુ, ડિટરજન્ટ કે કેમિકલથી દુર કરવાનો પ્રયત્ન કરાય તો પણ તે શાહી જતી નથી. આ સિવાય જ્યાં સુધી નવી ચામડી ન આવે ત્યાં સુધી જતી નથી. જ્યારે આંગળીમાં નવા કોષ બને, જુના કોષનો નાશ થાય ત્યારે જ જાય છે. આ શાહી બનાવવામાં સિલ્વર નાઈટ્રેટ નામનો પદાર્થ વાપરવામાં આવે છે. આ પદાર્થ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં આવતા ચામડીના લાગી જાય છે. જે લાંબા સમય સુધી રહે છે.

આ શાહીનો ઉપયોગ ક્યારથી થાય છે?

ભારતમાં કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા 1962થી મતદાન સમયે પ્રથમવાર શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ અલગ-અલગ ગ્રામ પંચાયતથી લઈ લોકસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ થાય છે. માત્ર 5 એમ.એલ.ની માર્કર પેન 600 લોકોને શાહી લગાવા પૂરતી છે. અગાઉ જે બોટલમાં વપરાતી, તેમાં 100 એમ.એલ. શાહીની બોટલથી માત્ર 1000 લોકોને શાહી લગાવી શકાતી હતી.

- text

કોણ બનાવે છે આ ખાસ પ્રકારની શાહી?

વોટર ઇન્ક તરીકે ઓળખાતી આ શાહી સમગ્ર દેશમાં માત્ર એક જ કંપની દ્વારા બનાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમની સાથે કરાર કરી ગ્રામ પંચાયતથી લઈ લોકસભા ચૂંટણીઓમાં આ શાહીનો ઉપયોગ થાય છે. આ એક માત્ર કંપની એટલે કર્ણાટકના મૈસુર જિલ્લામાં આવેલા મૈસુર પેઇન્ટ એન્ડ વારનીસ લી. દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચ નેશનલ ફીઝીકલ લેબોરેટરી, નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી બનાવવામા આવે છે.

આ શાહી અન્ય ક્યા દેશોમાં વપરાય છે?

આ કંપની દ્વારા બનાવવામાં આવતી શાહી ભારત ઉપરાંત તુર્કી, સાઉથ આફ્રિકા, નાઇઝીરિયા, નેપાળ, ધાના, માલદીવ, વેનેઝુએલા, ઇન્ડોનેશિયા, મલેશિયા ઉપરાંત 30થી વધુ દેશોમાં આ રીતે ચૂંટણી વખતે ઉપયોગ કરવામાં આવે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text