પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં નાસ લેવાના મશીન અર્પણ કરાયા

- text


ઇન્ડિયન લાઇન્સ ક્લબ મોરબીની મહિલા સભ્યો દ્વારા કરાયેલા પ્રોજેકટનું સફળ આયોજન 

મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા કોરોના મહામારીના કપરા સમયમાં સેવાની સરવાણી સતત વહેતી રાખવાના ભાગરૂપે લક્ષ્મીનગર ખાતે ચાલતા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં ક્લબ દ્વારા સ્ટીમ મશીનનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટના ચેરમેન ગજેન્દ્ર બાળાબેન તેમજ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, વાઈસ સેક્રેટરી ડોક્ટર ઓડીનેટર શોભનાબા ઝાલા, મયુરીબેન, વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન, રંજનબેન, ધ્વનિબેન, ભારતીબેન પુજારા તથા અન્ય બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

પ્રજ્ઞાચક્ષુઓ સાથેની મુલાકાત દરમિયાન ક્લબના તમામ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા અને આ સંસ્થામાં નેત્રહીનોને લગતા પ્રોજેક્ટ આવનારા દિવસોમાં રજૂ કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રોજેકટને સફળતાપૂર્વક આપવા બદલ સંસ્થાના સંચાલક હાતીમ એસ રંગવાલાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text