ઘરની છત ઉપર કે બાલ્કનીમાં ઉગાડો લીલા શાકભાજી અને રહો ફીટ એન્ડ ફાઈન

- text


મોરબી : હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. અને કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ભય દરેક લોકોમાં હોય છે. આ સંક્રમણથી બચવા દરેક લોકો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવા બહાર જવું હોય તો પણ મનમાં આશંકા રહેતી હોય છે. લીલા શાકભાજી રોજિંદા જીવનમાં ઉપયોગી થતા હોય છે અને તે લોકો રોજ ખરીદવા જવું પડતું હોય છે. પરંતુ આ શાકભાજી ઘરે જ ઉગાડીને તાજા-તાજા ખાઈએ તો? ઘણા લોકોને મનમાં આ વિચાર પણ આવ્યો હશે અને તેને ભૂલી પણ ગયા હશે. તો ઘણા લોકો એવું વિચારતા હશે કે કેવી રીતે શાકભાજી ઘરે ઉગાડવું.

તો એક વાત જણાવી જોઈએ કે ઘરે શાકભાજી ઉગાડવું સાવ સહેલું અને આસાન કામ છે. સાથે શાકભાજી તાજા અને રાસાયણિક દવારહિત હોય. જેથી, સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. ઘરમાં વપરાતી અમુક એવી વસ્તુ જેમ કે જૂની ડોલ, ટબ, વપરાયેલ શેમ્પુની બોટલો, હારપિકની બોટલો જેવી વસ્તુઓને ફેંકી દેવાને બદલે તેમાં માટી ભરીને અલગ-અલગ શાકભાજી ઉગાડી શકાય છે. જો પ્રથમ વાર જ આ શાકભાજી ઉગાડી રહ્યા હોય તો એવી વસ્તુઓ વાવો કે જે આસાનીથી ઊગી જાય અને તેની સાળસંભાળ પણ ઓછી રાખવી પડે.

શિયાળુ શાકભાજી ઉગાડવું હોય તો ઉત્તમ સમય ઓક્ટોબર-ડિસેમ્બર છે. તેમાં ટામેટા, રીંગણાં, લીલા મરચા, કોથમરી જેવા શાકભાજી વાવી શકાય છે. આના બિયારણ નજીકની એગ્રોની દુકાનમાંથી ખરીદીને ઉગાડી શકાય. અને જે શાકભાજી બહારથી લાવો છો, તેના બીજ પણ વાવી શકાય છે. તમારી પાસે જે ખાલી પાત્ર છે, તેમાં માટીની નિતાર શક્તિ જળવાય રહે તે માટે એક હોલ કરી અને તેમાં ફળદ્રુપ કાળી માટી ભરી લ્યો. પછી તમારી પાસે જે બીજ છે, તે 5 થી 6 સેમી ઊંડા વાવી અને થોડું પાણી છાંટી દયો. તેમાં જરૂરિયાત મુજબ જ પાણી છાંટવું એટલે કે માટી ભીની રહે એટલું જ નાખવું. જેથી, છોડનો યોગ્ય ઉછેર થાય અને જ્યારે તેમાં શાકભાજી આવે ત્યારે તમે તેને તોડીને તાજા તાજા જ ખાઈ શકો અને સાથે અત્યારે બહાર નીકળવાનું ઓછું થતું હોય એટલે ઘરમાં સમય પણ વીતી જાય છે.

- text

- text