મોરબીના મચ્છું-3 ડેમમાં ડૂબી જતાં યુવકનું મોત

- text


 

મોરબી : મોરબીના મચ્છુ- ૩ ડેમમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ શોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના આરટીઓ પાછળ મચ્છુ ૩ ડેમ નજીક પાણીમાં એક અજાણ્યો યુવક ડૂબ્યો હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના સલીમભાઈ, પેથાભાઈ, વસંતભાઈ, વસીમ, રતિલાલ અને હતેશ જેડા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. અને શોધખોળ હાથ ધરી હતી. જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

- text

આ યુવકનું નામ ભાવેશભાઈ મગનભાઈ છત્રોલા ઉ.વ.40 હોવાનું પ્રાથમિક તપાસના જાણવા મળ્યું છે. વધુમાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text