કોરોનાથી બચવા માટે વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ હિતાવહ નથી : આરોગ્ય મંત્રલાય

- text


ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ માર્ગદર્શિકા જાહેર કરી માસ્કને બદલે સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ કરી

મોરબી : કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી. ત્યારે માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે. રાજયમાં નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારના માસ્ક પૈકી ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે કોરોનાગ્રસ્ત વ્યક્તિ પહેરે તો વિષાણુંઓ પ્રસાર સામે પુરતું રક્ષણ આપતા નથી. તેથી, આવા માસ્ક પહેરવા હિતાવહ નથી, એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.

યાદીમા વધુમાં જણાવ્યાનુસાર, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ આ પ્રકારના માસ્કનો ઉપયોગ ન કરવા માર્ગદર્શિકા આપવામાં આવેલ છે. આથી, રાજયના તમામ નાગરિકો વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરે તે તેમના આરોગ્યના હિતમા છે.

- text

કોરોનાથી બચવા માટે નાગરિકો જ્યારે પણ બહાર નીકળે ત્યારે અવશ્ય માસ્ક પહેરે, બહારથી આવીને સાબુથી હાથ ધુવે, સેનીટાઈઝરનો પણ ઉપયોગ કરે તો ચોકકસ તેઓ પોતે અને તેમના પરિવારને સંક્રમણથી બચાવી શકશે. વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરવા માટે લોક જાગૃતિ ફેલાય, તે માટે આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે નાગરિકોને પણ યોગ્ય તકેદારી રાખીને આવા માસ્કનો ઉપયોગ ન કરવા અનુરોધ કરાયો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text