મોરબી જિલ્લામાં વિવિધ કલમો હેઠળ ઓટો રિક્ષાઓ ડિટેઇન કરાઈ

- text


મોરબી : કોવિડ 19ની ગાઈડલાઇન્સનો તથા આરટીઓ નિયમોના ભંગ બદલ વિવિધ કલમો હેઠળ મોરબી જિલ્લામાંથી ઓટો રિક્ષાઓ ડિટેઇન કરાઈ હતી.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપર ગામ સામેથી 1 સીએનજી ઓટો રીક્ષા ઓવર સ્પીડના ગુન્હા સબબ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નવા જાંબુડીયા પાસે આરટીઓ કચેરી સામે સીએનજી રીક્ષામાં પાંચથી વધુ પેસેન્જરો બેસાડી નીકળતા ચાલક સામે ગુન્હો નોંધી ઉક્ત બન્ને રિક્ષાઓ ડિટેઇન કરાઈ હતી.

જ્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના જીનપરા નજીક વાંઢા લીમડાચોક પાસેથી 1 સીએનજી રીક્ષાને ઓવર સ્પીડથી ચલાવવા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢૂંવા ચોકડી પાસેથી 1 સીએનજી રીક્ષાને ઓવર સ્પીડથી ચલાવવા બદલ ચાલક સામે, તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના મેસરીયા ચેકપોસ્ટ પાસેથી ઇકો કારમાં 4થી વધુ પેસેન્જર બેસાડીને પસાર થતા કારચાલક સામે, તથા માળીયા મીયાણા ચોકડી પાસે ચોકડી પાસે ભીમસર નજીકથી ઓવર સ્પીડમાં પસાર થતા રીક્ષા ચાલક સામે, તથા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના સરા નાકા પાસેથી ઓવર સ્પીડમાં નીકળેલા ઓટો રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી ઉપરોક્ત તમામ વહાનો ડિટેઇન કરાયા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text