બાઈક સ્લીપ થતા ઘાયલ થયેલ મોરબીના સગીરનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબી શહેરના વિશિપરામાં રહેતો સગીર થોડા દિવસો પહેલા ટંકારાના સજ્જનપુર-ધૂનડા રોડ પર બાઇક સ્લીપ થતા ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી શહેરના વિશિપરા સ્થિત કુલીનગર 1માં રહેતા ઈરફાન હારુનભાઈ લધડ નામનો ૧૭ વર્ષીય સગીર થોડા દિવસો પહેલા સજનપર- ઘુનડા રોડ પર બાઇક પર પસાર થતા સમયે બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાને કારણે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતાં ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text