મોરબી પેટા ચૂંટણી : કેટલા મતદારો ? કેટલા મતદાન મથકો ? કેટલો સ્ટાફ કામે લાગશે ? જાણો તમામ આંકડાકીય વિગતો

- text


 

મોરબી : ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 29/09/2020 ના રોજ 65-મોરબી વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ચૂંટણીનું જાહેરનામું તા. 09/10/2020 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 16/10/2020 છે. જયારે ઉમેદવારી પત્રો ચકાસણીની તા. 17/10/2020 છે. ઉમેદવારી પાછી ખેંચવાની તા. 19/10/2020 છે. મતદાન તા. 03/11/2020 (મંગળવાર) ના રોજ થશે. મત ગણતરી તા. 10/11/2020 (મંગળવાર) ના રોજ કરવામાં આવશે. જયારે પેટા ચૂંટણીની પ્રક્રિયા તા.12/11/2020 ના રોજ પૂર્ણ થશે. પેટા ચૂંટણીની આચાર સંહિતા આજ રોજથી જ સમગ્ર જિલ્લામાં અમલી બની છે.

1. મતદારોની વિગત

તા. 01/01/2020ની લાયકાતની તારીખ મુજબ તા. 07/02/2020ના રોજ પ્રસિધ્ધ થયેલ મતદાર યાદી મુજબ મતદારોની વિગત નીચે મુજબ છે. હાલ મતદાર યાદી સતત સુધારણાનો કાર્યક્રમ ચાલુમાં છે.

પુરૂષ – 1,41,583
મહિલા – 1,29,322
અન્ય – 1
કુલ – 2,70,906

આ મતદારો પૈકી 67 – સેવા મતદારો (SERVICE VOTERS) નોંધાયેલ છે. આ મતદારોમાં 1547 દિવ્યાંગ મતદારો નોંધાયેલ છે. જયારે 80 વર્ષ ઉપરના 5113 મતદારો નોધાયેલ છે.

2. EVM-VVPAT બાબત

અત્રેના જિલ્લામાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી – 2020 માટેના EVM-VVPATની વિગત નીચે મુજબ છે. ઈવીએમ હવે પછી ચૂંટણી પંચની સુચના મુજબ રેન્ડમાઈઝેશન કરી ફાળવવામાં આવશે.

બેલેટ યુનિટ – 863
કંટ્રોલ યુનિટ – 813
વીવીપેટ – 823

3. મતદાન મથકો

65-મોરબી વિધાનસભા મતવિભાગમાં મતદાન મથકોની વિગતો નીચે મુજબ છે.

મતદાન મથકો કુલ – 412
પુરક મતદાન મથક – 121
ક્રિટીકલ મતદાન મથક – 65

કોવિડ-19 વાયરસના સંક્રમણના સંદર્ભમાં ઉભી થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક દીઠ મતદારોની નિયત મહતમ સંખ્યા – 1000 રાખવાની સુચના મુજબ રાખવામાં આવેલ છે.

4. નોડલ ઓફિસર

વિધાનસભાની પેટા ચૂંટણી – 2020 અંતર્ગત જિલ્લામાં વિવિધ કામગીરી જેવી કે સ્ટાફ, ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ, કાયદો અને વ્યવસ્થા વગેરે પર દેખરેખ રાખવા માટે કુલ – 18 નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવેલ છે. તેમજ 1 હેલીપેડ નોડલ, 1 આરોગ્ય નોડલ, 1 ડી.સી.સી. નોડલ.

5. DCC રૂમ બાબત

ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ અત્રેના જિલ્લા ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ કલેકટર કચેરી, રૂમ નં. 126 ખાતે કાર્યરત છે. જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો નં. 1950 છે. જે નંબર ટોલ ફ્રી રહેશે. તેમજ કચેરી સમય દરમિયાન કાર્યરત રહેશે.

6. મતદાન સ્ટાફની જરૂરીયાત

65-મોરબી વિધાનસભા મત વિભાગ માટે કુલ મતદાન મથકો – 412 માટે અંદાજે 1910 (રીઝર્વ સહિત) મતદાન સ્ટાફની જરૂરીયાત રહેશે. કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ 200% સ્ટાફની જરૂરીયાત ધ્યાને લેતાં કુલ-3840 મતદાન સ્ટાફની જરૂરીયાત સામે હાલ સ્ટાફ ડેટા બેજ મુજબ કુલ – 3900 (2095 – પુરૂષ તથા 1805 – સ્ત્રી) વિવિધ વર્ગના સ્ટાફની વિગતો મેળવવામાં આવેલ છે. જે સ્ટાફની અવર-જવર માટે કુલ – 99 એસ.ટી. બસોનો ઉપયોગ કરવામાં આવશે.

- text

7. ઈલેક્શન એક્સપેન્ડીચર મોનીટરીંગ માટેની વિવિધ ટીમ

આગામી વિધાનસભાની પેટા ચૂંટણી – 2020 માટે ચૂંટણી એક્સપેન્ડીચર સબંધિત ટીમોની વિગત નીચે મુજબ છે.

એકાઉન્ટીંગ ટીમ – 1
FST – 3
SST – 3
VST – 2
VVT – 1

આ ટીમ બનાવવામાં આવેલ છે. 65-મોરબી વિધાનસભા મત વિસ્તારમાં સબંધિત ટીમો આજથી કાર્યરત થઈ ગયેલ છે. જયારે સ્ટીટેક સર્વેલન્સ ટીમ જાહેરનામું બહાર પડે કાર્યરત થઈ જશે.

8. ઝોનલ – રૂટ અંગેની માહિતી

મતદાન મથકો કુલ – 412
ઝોનલ રૂટ – 41
ઝોનલ રીઝર્વ – 4

આ રીતે રાખવામાં આવેલ છે. તેમજ તે તમામ રૂટો માટે તેટલા જ ઝોનલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે.

9. કોવિડ-19 વિસ્તૃત માર્ગદર્શિકા

ચૂંટણી પંચ દ્વારા તા. 21/08/2020ના રોજ કોવિડ-19 દરમ્યાન સામાન્ય / પેટા ચૂંટણી યોજવા માટેની વિસ્તૃત માર્ગદર્શક સુચનાઓ આપેલ છે. જે મુજબ ચૂંટણીને લગતી દરેક પ્રવૃતિ દરમ્યાન દરેક વ્યકિતએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. રાજય સરકારની તથા ગૃહ મંત્રાલયની પ્રવર્તમાન સુચનાઓ અનુસાર સામાજીક અંતર જાળવવામાં આવશે. પ્રવેશ દ્વારે થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે, સેનીટાઈઝર, સાબુ, પાણી ઉપલબ્ધ કરાવવાના રહેશે. કોવિડ-19 દરમ્યાન પેટા ચૂંટણી માટે અંદાજીત 430 થર્મલ ગન, સેનેટાઈઝર લીટર – 962, માસ્ક – 26,795 તથા હેન્ડ ગ્લોઝ – 1,58,205, ફેસ સીલ્ડ – 4365ની જરૂરીયાત રહેશે. પેટા ચૂંટણીના તમામ તબક્કે કોવિડ-19 ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવામાં આવશે.

આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ મતદારો કે જેઓ મતદાન મથક ખાતે રૂબરૂ જઈને મતદાન કરી શકે તેમ ન હોય તેવા ઉપરાંતમાં 80 વર્ષથી વધુ ઉંમરના વયસ્ક મતદારો, મતદાર યાદીમાં ફલેગ થયેલ દિવ્યાંગ વ્યકિતઓ તેમજ કોવિડ-19 સંક્રમિત મતદારો ટપાલ મતપત્રથી (પોસ્ટલ) મતદાન કરી શકશે. આ સુવિધા પ્રાપ્ત કરવા માટે આવા મતદારોએ ચૂંટણીના જાહેરનામાની તારીખ પછી 5 દિવસની અંદર નવા દાખલ કરાયેલ નમૂના ફોર્મ 12-ડીમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.

10. તાલીમ

તા. 06/10/2020ના રોજ જિલ્લાના તમામ નોડલ અધિકારી, ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીને ચૂંટણીને લગતી વિવિધ કામગીરીની તાલીમ આપવામાં આવેલ છે. તેમજ તા. 06/10/2020ના રોજ જિલ્લામાં આવેલ તમામ નોડલ સાથે આદર્શ આચાર સંહિતાની અમલવારી માટેની સમીક્ષા બેઠક રાખી ચુસ્ત પાલન કરવા જણાવવામાં આવશે.

11. મત ગણતરી

65-મોરબી વિધાનસભા મત વિભાગની મત ગણતરી તા. 10/11/2020ના રોજ ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ, ઘુંટુ રોડ, મોરબી ખાતે બિલ્ડીંગમાં કરવામાં આવશે. ઈવીએમની મત ગણતરી બે હોલમાં કરવામાં આવશે. જયારે પોસ્ટલ બેલેટની ગણતરી અલગ હોલમાં કરવામાં આવશે.

- text