આ ગામ બન્યું મોરબી જિલ્લાનું પ્રથમ ‘સ્માર્ટ વિલેજ’ : રાજ્યના પાંચ સ્માર્ટ વિલેજમાં સ્થાન

- text


ટંકારાનું લખધીરગઢ ડિજિટલ સાધનોથી સજ્જ બન્યું, ગુનાખોરી પર બાજનજર રહેશે

ટંકારા : ટંકારા તાલુકાનું લખધીરગઢ ગામ મોરબી જિલ્લાનું પ્રથમ ‘સ્માર્ટ વિલેજ’ બન્યું છે. તેમજ લખધીરગઢને રાજ્યના પાંચ સ્માર્ટ વિલેજમાં સ્થાન મળ્યું છે. હવે લખધીરગઢ ગામ ડિજિટલ સાધનોથી સજ્જ બન્યું છે. આથી, ગુનાખોરી પર બાજનજર રહેશે. ટંકારાના લખધીરગઢ ગામે હવે રાત્રીના સમયે બિનજરૂરી લટાર લગાવી કે અસામાજિક પ્રવૃત્તિઓ કરવી ભારે થઈ પડશે. કારણ કે તિસરી આંખ એટલે કે સીસીટીવી કેમેરાથી ગામની ગતિવિધિ પર રહેશે. આમ, લખધીરગઢ ગામે ડિઝીટલ વિલેજ તરફ પ્રયાણ કર્યું છે. જે ખરેખર લાભદાયી બનશે.

ટંકારા તાલુકા પંચાયત, લખધીરગઢ ગ્રામ પંચાયત અને ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યનાં 5 સ્માર્ટ ગામો પૈકી મોરબી જિલ્લાનું સૌપ્રથમ અને એકમાત્ર ટંકારા તાલુકાનું લખધીરગઢ ગામને સ્માર્ટ વિલેજ અને ડીજીટલ વિલેજ બનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત ગામમા એક LED TV સ્ક્રીન લગાવવામાં આવી છે. તેમજ ગામની જુદી-જુદી દિશામાં ગોઠવેલ 8 IP based કેમેરાથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે. તદ્ઉપરાંત 2 Wifi બ્રોડબેન્ડ અને સરકારી શાળામાં પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ રીતે ‘એક કદમ આધુનિકતાની ઓર’થી ગ્રામ પંચાયત, ગામલોકો, સરપંચ અને તલાટી કમ મંત્રીને ચૌતરફથી અભિનંદન મળી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text