કપાસ અને મકાઇનું ટેકાની સપાટીથી નીચા ભાવે વેચાણ

- text


એગ્રીસાયન્સ ન્યુઝ નેટવર્ક : ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસુ સિઝન માટે મકાઇ અને કપાસની આવકો શરૂ થઇ ગઇ છે. જોકે, આ બન્ને કૃષિ પેદાસોમાં ખેડૂતોને હાલ ટેકાની સપાટીથી નીચા ભાવે વેચાણ કરવાની ફરજ પડી રહી છે. સરકાર દ્વારા આ ચોમાસુ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂ.1103થી રૂ.1165 જાહેર કરવામાં આવ્યો છે. જો કે, જે રાજ્યોમાં હાલ કપાસની આવક શરૂ થઇ છે ત્યાં ખેડૂતોને સરેરાશ રૂ.900થી રૂ.975ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે.

- text

આવી જ સ્થિતિ મકાઇમાં પણ જોવા મળી છે. સરકાર દ્વારા મકાઇના ટેકાના ભાવ રૂ.370 પ્રતિ મણ જાહેર થયેલા છે. જ્યારે ખેડૂતો પ્રતિ મણ સરેરાશ રૂ.225થી રૂ.250ના ભાવે મકાઇ વેચવાની ફરજ પડી રહી છે. આમ, દેશના મુખ્ય બે ચોમાસુ પાકોની આવકો શરૂ થઇ ગઇ છે પણ ખેડૂતોને ટેકાના ભાવની નીચા ભાવ મળી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના ઘણાં યાર્ડોમાં નવા કપાસની આવકો સતત વધી રહી છે. રાજ્યમાં દૈનિક અંદાજે 5થી 7 હજાર મણ નવા કપાસની આવક થતી હોવાનો અંદાજ છે. જેમાં રાજ્યના યાર્ડોમાં સરેરાશ રૂ.950ની આસપાસ કપાસના ભાવ જોવા મળી રહ્યા છે. સરકાર દર વર્ષે 23 જેટલી કૃષિ પેદાસોના ટેકાના ભાવમાં વધારો કરે છે. જો કે પુરતા પ્રમાણમાં ખરીદી ન થતા મોટાભાગના ખેડૂતોને ટેકાની સપાટીથી નીચા ભાવે કૃષિ પેદાસ વેચવી પડે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text