મોરબીના એવન્યુ પાર્કમાં આશરે 30 જેટલી બંધ સ્ટ્રીટ લાઈટો તાકીદે ચાલુ કરવા રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરના પોશ વિસ્તાર રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટીની વિવિધ શેરીઓમા આશરે ૩૦ જેટલી સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમા છે. જે પૂન: શરૂ કરવા સામાજીક આગેવાન નિર્મિત કક્કડે મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસરને લેખિતમા રજુઆત કરી છે.

આ રજુઆતમા જણાવ્યુ છે કે એવન્યુ પાર્ક સોસાયટીમા છેલ્લા ઘણા સમયથી વિવિધ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમા છે. જેના પરિણામ સ્વરૂપે ત્યાના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રાત્રીના સમયમા ગુનાહીત પ્રવૃતિની ભીતી સેવાઈ રહી છે. વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો, નગરપાલીકાના કર્મચારીઓ તેમજ ઉદ્યોગપતિઓ આ વિસ્તારમા પોતાનુ રહેઠાંણ ધરાવે છે. ત્યારે આ વિસ્તારની જો આવી પરિસ્થિતી હોય તો અન્ય વિસ્તારની શુ પરિસ્થિતી હશે તેવા સવાલો ઉઠાવ્યા છે.

- text

વધુમા, જણાવ્યુ છે કે થોડા સમય પહેલા તા. ૧૯-૮-૨૦૨૦ ના રોજ મોરબી નગરપાલીકાના રોશની વિભાગના ચેરમેને ઈ.નં.૩૨૧૦ દ્વારા લેખિતમા રજુઆત કરી હતી કે રોશની વિભાગનો વહીવટ પોતાની જાણ બહાર થઈ રહ્યો છે. જે બાબત પાલીકાની ગરિમાને લાંછન લગાડનારી છે. તેમ જણાવી એવન્યુ પાર્ક સોસાયટીની બંધ સ્ટ્રીટ લાઈટો તાત્કાલીક પૂન: શરૂ કરવા માંગ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text