મોરબીમાં સૌપ્રથમ વાર આવી પેટ્રોલ-ડીઝલ વિના ચાલતી ઇલેકટ્રીક કાર

- text


મોરબી : પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને ચડી ગયા છે અને એમાં પણ ટ્રાફિકની સમસ્યાને લીધે વાહનોમાં વધુ બળતણ બળતું હોય છે. ત્યારે આવી પરિસ્થિતિઓમાં વાહનો ચલાવવા મોંઘા બનતા જાય છે. પ્રદૂષણ ઓછું અને ચલાવવામાં સસ્તું પડે તેના માટે લોકો CNG ગેસનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી વધુ ઓછી કિંમતે ચલાવવી સરળ, અવાજ અને વાયુ પ્રદૂષણ મુક્ત ઇલેક્ટ્રિક કાર મોરબીમાં સૌપ્રથમ ડો.જગદીશ ગજ્જર લઈ આવ્યા છે. જે લોક જાગૃતિનો એક આગવો સંદેશ છે. આ કાર ટાટા નેકસન ઇલેકટ્રીક વિહિકલ છે.જે સંપૂર્ણ બેટરી ચાર્જ હોય ત્યારે 250 કિ.મી. ચાલે છે.(જેમાં કંપની 312 કિ.મી. નો દાવો કરે છે)તેની બેટરી 30.2 kw લીથીયમ આયર્નની છે અને આઠ વર્ષની બેટરી વોરંટી આપે છે. કંપની ઓનરના ઘરે ફ્રીમાં કાર ચાર્જર ફીટ કરી જાય છે.કારને સંપૂર્ણ ચાર્જિંગ કરવા માટે 9 કલાકની આવશ્યકતા હોય છે, જે કાર 80 પૈસા પ્રતિ કિલોમીટર ચાલે છે. આ કારની Ex-Showroom Price: ₹14 લાખથી ₹16 લાખ છે.

- text

- text