કલબ 36 તમામ તકેદારી સાથે ફરી કાર્યરત : હવે મોરબીવાસીઓ નિશ્ચિન્તપણે સ્વાદનો ચટાકો લઈ શકશે

- text


 

રેસ્ટોરન્ટ, પાર્ટીપ્લોટ, રૂમ, ગેમઝોન તમામ વિભાગો 100% સુરક્ષીત : તમામ તકેદારીના પગલાંથી સ્ટાફ સજ્જ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના કલબ 36 રેસ્ટોરન્ટને કોરોનાથી સંપૂર્ણ સુરક્ષિત કરવામાં આવ્યું છે. જેથી મોરબીવાસીઓ અહીં નિશ્ચિન્તપણે સ્વાદનો ચટાકો લઈ શકે છે. અહીંના રેસ્ટોરન્ટ, પાર્ટીપ્લોટ, રૂમ, ગેમઝોન તમામ વિભાગો 100% સુરક્ષીત છે. સાથે સ્ટાફ પણ તમામ તકેદારીના પગલાથી સજ્જ બન્યો છે.

હાલ કોરોનાએ ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે જાહેર કર્યા મુજબ કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. બસ માત્ર સાવધ બનીને કાળજી રાખવાની જરૂર છે. માટે મોરબી- રાજકોટ હાઇવે ઉપર લજાઈ પાસે જોગ આશ્રમની પાછળ આવેલા કલબ 36 રેસ્ટોરન્ટ, રૂમ, ગેમઝોન અને પાર્ટી પ્લોટને સંપૂર્ણ સુરક્ષીત કરવામાં આવ્યા છે.

- text

અહીંના તમામ સ્ટાફના કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે. જે તમામ નેગેટિવ છે. ઉપરાંત અહીં નિયમિત સેનેટાઈઝેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. સ્ટાફ હેન્ડ ગ્લોઝ અને માસ્ક સહિતની તમામ તકેદારી રાખે છે. રેસ્ટોરન્ટનું જમવાનું ગાર્ડનમાં ગોઠવવામાં આવે છે. જેથી ગ્રાહકોને ખુલ્લી હવા મળી રહે અને કોઈ જોખમ ન રહે. આમ કલબ 36 તમામ તકેદારીના પગલાં સાથે મોરબીવાસીઓ માટે ફરી કાર્યરત થયું છે. તો નિશ્ચિન્તપણે અહીં પરિવાર કે મિત્રો સાથે પધારો…

- text