મોરબીમાં કુપોષિત બાળકોના ઘરે ‘પોષણ તોરણ’ લગાવી પોષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ

- text


મોરબી : મહિલા અને બાળ વિકાસ – ગાંધીનગર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસ “પોષણ માસ” તરીકે ઉજવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના, જિલ્લા પંચાયત – મોરબી દ્વારા કાર્યરત 761 આંગણવાડી કેન્દ્ર પર સપ્ટેમ્બર 2020 “પોષણ માસ” તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં હાલ કોવિડ-19ના સંક્રમણને ધ્યાને રાખી લોકો એક જગ્યાએ ભેગા ન થાય તે રીતે આ ઉજવણી માટે વિવિધ નવતર પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે.

જેમાં પૂર્ણા યોજના અન્વયે આંગણવાડી કેન્દ્રમાં નિયુક્ત પૂર્ણા સખી તથા સહ સખી દ્વારા આંગણવાડી કેન્દ્ર પર નોંધાયેલ જોખમી સગર્ભા તથા અતિ કુપોષિત બાળકો માટે “પોષણ તોરણ’ બનાવવાની કામગીરી ગત તા. 14ના રોજ કરવામાં આવેલ અને તા. 16ના રોજ પૂર્ણા સખી, સહ સખી દ્વારા મોરબી જિલ્લાના તમામ જોખમી માતા તથા અતિ કુપોષિત બાળકોના ઘરે જઈને “પોષણ તોરણ” લગાવીને પોષણ સંદેશાઓ આપવામાં આવેલ છે. જેમાં મોરબી સીટી સ્થિત આંગણવાડી પર પૂર્ણા સખી, સહ સખી સાથે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તથા ડીસ્ટ્રીક્ટ પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા જોખમી સગર્ભા તથા અતિ કુપોષિત બાળકની ઘરે મુલાકાત લઇ પોષણ તોરણ લગાવી પોષણ સંદેશાઓ આપવામાં આવ્યા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text