ધરમપુરમાં દેશી દારૂના જથ્થા ભરેલ કાર ઝડપાઈ

- text


ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામમાં 125 લી. દેશી દારૂના જથ્થા ભરેલ કાર ઝડપાઈ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ત્રણ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

ધરમપુર ગામમાં આર.ટી.ઓ. પુલના છેડેથી ઇનોવા કાર રજી.નં.GJ-18-AB-1083માં પ્લાસ્ટીકના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ 25, દેશી દારૂ લી. 125 (કિ.રૂ. 2,500)નો વેચાણ કરવાના ઇરાદે ભરેલ હતો. પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ભુપતભાઇ કેશુભાઇ સોલંકી (ઉ.વ. 32, ધંધો-ડ્રાઇવિંગ, રહે. રાજકોટ, ગ્રીનલેન્ડ ચોકડી, મફતીયાપરા, લાલપરી) તથા રામજીભાઇ ગગજીભાઇ પરમાર (ઉ.વ.36, ધંધો-ડ્રાઇવિંગ, રહે. રાજકોટ, કુવાડવા રોડ, શિવનગર શેરી નં.8)ને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આ મુદામાલ રમજાનભાઇ ઉર્ફે બાદશાહ અનવરભાઇ સીદી (રહે. બુઢ્ઢાબાવાની શેરી, ખાટકીવાસ, મોરબી) પાસેથી અન્ય આરોપીઓએ લીધો હોવાથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text