વાંકાનેર : કામ ઉપર જવાનું કહી ઘરેથી યુવક ક્યાંક જતો રહ્યો

વાંકાનેર : વાંકાનેરનો એક યુવક કામ ઉપર જવાનું કહી ક્યાંક જતો રહ્યો છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 15ના રોજ વાંકાનેર શહેરમાં જીનપરા મેઈન રોડ પર રહેતા 21 વર્ષીય ધ્રુવભાઈ રાજેશભાઈ મકવાણા ઘરેથી કામ ઉપર જવાનું કહીને ક્યાંક જતો રહેલ છે. આ બનાવની નોંધ કરી પોલીસે તેની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે ધ્રુવભાઈ વાને ઘઉંવર્ણો, પાતળો બાંધો અને હાથમાં “ઓમ” ત્રોફાવેલ છે. આંખનો કલ૨ કાળો, ચહેરો ગોળ, શરીરે બ્લુ કલરનુ જીન્સ પેન્ટ તથા કબુતર કલરનુ ટી-શર્ટ પહેરેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate