મોરબી : લાતી પ્લોટમાં ઇલેક્ટ્રિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર મોડી રાત્રીના કાબુ મેળવ્યો

મોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટ -૩ માં આવેલી ઇલેક્ટ્રિક માલ સમાનની દુકાન અને ગોડાઉનમાં રાત્રીના અચાનક ભીષણ આગ લાગી હતી.

ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ લાતી પ્લોટ-3માં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ ગોડાઉનમાં ઇલેક્ટ્રિક માલ સામાન પડ્યો હતો. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના અંગે જાણ થતાની સાથે જ મોરબી ફાયરબ્રિગેડ વિભાગના જવાનો બે ફાયર ફાયટર સાથે સ્થળ પર પોહચી આગ પર મોડી રાત્રીના કાબુ મેળવી લીધો હતો. આગમાં ગોડાઉનમાં પડેલા માલ સામાનને મોટી નુકશાની થયાનો અંદાજ છે.