ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ટંકારામાં પણ આવેદન પત્ર અપાયું

ટંકારા : રાજકોટના આહીર અર્જુનભાઈ આંબલીયા પ્રેરિત ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન હેઠળ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપવવા અંગે ટંકારામાં પણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે, સમગ્ર ગુજરાત તથા ભારતમાં ગૌહત્યા સંપુર્ણ બંધ કરવામાં આવે, ગૌચર જમીનો પરના ગેરકાનૂની દબાણો દુર કરવામાં આવે, સમગ્ર રાજ્ય તથા ભારતમાં ગૌમાતાની વસ્તી ગણતરી કરવામાં આવે, ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે, તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત બને અને લોકો સુધી વધુ લાભ પહોંચાડવામાં આવે તેમજ રસ્તે રખડતા ગૌવંશની કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવે, તેવી માંગ કરવામાં આવી છે. ટંકારા તાલુકાના આહિર એકતા મંચના પ્રમુખ આહિર સંદિપભાઈ ડાંગર, રણજીતભાઇ ડાંગર, છૈયા હિરેનભાઇ આહિર, સાગર ભરવાડ, રોહિત રબારી તથા ચેતનભાઇ આહિર દ્વારા મામલતદારને આપવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate