અણિયારી રોડ પર ટ્રક ટર્ન લેતી વખતે પલ્ટી ખાઈ ગયો

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામ નજીક અણિયારી રોડ પર ટ્રક ટર્ન લેતી વખતે પલ્ટી ખાઈ ગયો છે. સદ્નસીબે જાનહાનિ ટળી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ જેતપર ગામ નજીક અણિયારી રોડ પર સરકારી રાશન વિતરણ કેન્દ્ર પાસે એક ટ્રક પલ્ટી ખાઈ ગયો છે. હાલમાં ટ્રક વળાંક લેવા સમયે પલ્ટી મારી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના લીધે ભીડ જમા થઇ હતી. તેમજ ટ્રકને નુકસાન પહોંચ્યું છે. અને સદ્નસીબે કોઈ જાનહાનિ થઇ નથી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text