મોરબીના આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ કીટની કુત્રિમ અછત ઉભી કરાઈ હોવાનો આક્ષેપ

- text


ખાનગી લેબોરેટરીને ફાયદો કરાવવા અછત સર્જી હોવાની સીએમને રજુઆત

મોરબી : હાલ ગુજરાતભરમાં કોરોના મહામારી તેની ચરમસીમાએ હોય તેમ દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં પણ સરકારી ચોપડે કોરોનાના દૈનિકના 25થી વધુ કેસ સામે આવી રહ્યા છે. તો ટેસ્ટની સંખ્યા 40 હજારનો આક વટાવી દીધો છે અને દિવસે દિવસે આ સંખ્યા વધતા હવે જિલ્લામાં કીટની અછત સર્જાઈ રહી હોવાની ફરિયાદ મળી રહી છે. મોરબીના અમુક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ માટે આવતા દર્દીઓને ટોકન આપવામાં આવી રહ્યા છે.

- text

આ અંગે મોરબીના કોંગી અગ્રણી અને હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવાએ આક્ષેપ કર્યો છે. મોરબી જિલ્લામાં ખાનગી લેબોરેટરીને ફાયદો કરવવા જાણી જોઇ કૃત્રિમ અછત કરવામાં આવી રહી છે. સરકારી બાબુઓની સાઠગાંઠને પગલે લોકો મજબૂરીમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવા જઇ રહ્યા છે. આ બાબતે સીએમ વિજય રૂપાણી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડાને લેખિત રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરાવવા અને કોરોના ટેસ્ટ કિટની અછત દૂર કરવા માંગણી કરી છે.

બે દિવસથી સપ્લાય ઓછી હોવાના કારણે ઘટ છે

મોરબી જિલ્લામાં આજદિન સુધી પૂરતી માત્રામાં કીટ આવી છે. બે દિવસથી ઉચ્ચ કક્ષાથી સપલાય ઓછી હોવાથી મુશ્કેલ સર્જાઈ હતી. જો કે તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા આયોજન કરી, જ્યાં વધુ ઘટ્ટ હોય ત્યાં પ્રથમ આપવામાં આવશે. આજે નવો જથ્થો આવી જશે. એટલે કીટ આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપીશું, તેમ જિલ્લા આરોગ્ય વિભાગના ડો. સી. એલ. વારેવડીયાએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text