11 સપ્ટેમ્બર : વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલાને 19 વર્ષ પૂર્ણ, જાણો.. આ તારીખની મહત્વની વાતો

- text


મોરબી : 11 સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ (અંગ્રેજી કેલેન્ડર) મુજબ વર્ષનો 254મો (લિપ વર્ષ દરમ્યાન 255મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં 111 દિવસ બાકી રહે છે. તેમજ ગુજરાતી પંચાંગ તરીકે આજે ભાદરવા માસ, કૃષ્ણ (વદ) પક્ષની નોમની મિતી અને શુક્રવાર છે.

11 સપ્ટેમ્બરના દિવસે ઇતિહાસમાં બનેલી મહત્વની વાતો

2001 – અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વિમાન દ્વારા આતંકવાદી હુમલો

વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ન્યૂયોર્ક સિટીના લોઅર મેનહટનમાં આવેલું સાત ઇમારતોનું સંકુલ હતું. જેનો 11 સપ્ટેમ્બર, 2001ના ત્રાસવાદી હુમલામાં નાશ થયો હતો. આ સ્થળ પર હાલમાં નવી છ ગગનચુંબી ઇમારતો અને હુમલામાં માર્યા ગયેલા લોકોનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે.

1895 – વિનોબા ભાવેનો જન્મ

આચાર્ય વિનોબા ભાવેનો જન્મ 11 સપ્ટેમ્બર, 1895ના રોજ થયો હતો. તેમનું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોદા, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમણે દશ વર્ષની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુના, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. ઈન્દિરા ગાંધી દ્વારા ઘોષિત કટોકટીને અનુશાસન પર્વ કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા. તેમનું અવસાન 15 નવેમ્બર, 1982ના રોજ થયું હતું

- text

1948 – મહંમદ અલી ઝીણાનું નિધન

મહમદ અલી ઝીણાનો જન્મ 25 ડિસેમ્બર, 1876ના રોજ થયો હતો. તેઓ બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ હતી. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે. તેમના પિતા ઝીણાભાઈ પુંજાભાઈ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા મોટી પાનેલી ગામના વતની હતા. તેમના માતાનું નામ મીઠીબાઈ હતું. તેમનું અવસાન 11 સપ્ટેમ્બર, 1948ના રોજ થયું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text