વાંકાનેર સીટી પીઆઈની સર્કલમાં બદલી, સોનારા સીટી પોલીસમાં મુકાયા

- text


 

 

વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ રાઠોડની વાંકાનેર સર્કલ પોલીસ મથકમા બદલી થઈ છે અને તેમના સ્થાને ગાંધીનગરથી મોરબી જિલ્લામાં બદલી થઈને આવેલ અને અગાઉ મોરબી શહેરમાં ફરજ બજાવી ચૂકેલ બી.પી. સોનારાને મુકવામાં આવ્યા છે.

- text

વાંકાનેર શહેરમાં ફરી વધી રહેલા ચોરીના બનાવો તેમજ કાયદો વ્યવસ્થા કથળતી સ્થિતી અં ટ્રાફિક સમસ્યા સહિતની ફરિયાદ વધતા ત્યારે વાંકાનેર શહેરમાં એક કડક પોલીસ અધિકારી મુકવાની માગણી થવા લાગતા વાંકાનેર શહેર પી.આઇ રાઠોડની સર્કલ પોલીસ વાંકાનેરમાં બદલી કરી છે અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં કડક અધિકારી તરીકે ઓળખીતા બી.પી.સોનારાને મુકવામાં આવ્યા છે.

- text