90 ફૂટ ઊંડા કૂવામાં ચાર દિવસથી પડી ગયેલા શ્વાનનું રેસ્ક્યુ કરી બચાવતા યુવાનો

- text


“કર્તવ્ય જીવદયા કેન્દ્ર”- “કર્તવ્ય એનિમલ હેલ્પલાઇન”ના યુવાનોએ શ્વાનને સફળતાપૂર્વક કુવામાંથી બહાર કાઢ્યું

મોરબી : મોરબીથી 30 કિલોમીટર દૂર ઝીકિયાળી ગામમાં એક શેરી શ્વાન પાછલા ચાર દિવસથી 90 ફૂટ ઊંડા કુવામાં પડી ગયું હોવાનો સંદેશો મળતા મોરબી સ્થિત “કર્તવ્ય જીવદયા કેન્દ્ર” -“કર્તવ્ય એનિમલ હેલ્પલાઇન”ના યુવાનોની એક ટીમ સ્થળ પર પહોંચી હતી અને 90 ફૂટ ઊંડા કૂવામાં ટીમના મેમ્બરોને ઉતારી સફળતાપૂર્વક શ્વાનને બહાર કાઢવામાં આવ્યું હતું.

- text

આ રેસ્ક્યુ ઓપરેશન ઉત્સુકતાપૂર્વક નિહાળી રહેલા સ્થાનિક ગ્રામજનોએ યુવાનોએ શ્વાનને બહાર કઢાતા જ રાહતનો શ્વાસ લીધો હતો. આ તકે સંસ્થાના સેવાભાવી યુવાનોએ પોતાના મોબાઈલ નંબર આપી મુસીબતમાં સપડાયેલા પ્રાણીઓ ક્યાંય જોવા મળે તો આ નંબર પર કોલ કરવા અનુરોધ કર્યો છે. (મો.7574885747, મો.7574868886)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text