GPSC દ્વારા લેવાતી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષામાં મોરબી જિલ્લાના બે યુવકો ઉતીર્ણ

- text


મોરબી : હાલમાં GPSC દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટર (STI)નું પરિણામ જાહેર થયું છે. તેમાં મોરબી જિલ્લાના બે ઉમેદવારો પાસ થયા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લાના સરવડ ગામના રહીશ સરડવા ભાવેશ ભુદરભાઈએ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષા ઉતીર્ણ કરેલ છે. જે બદલ તેમના પરિવારજનો અને મિત્રવર્તુળ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાવેશ માર્ચ 2018થી કેળવણીધામ અમદાવાદ ખાતે રહીને તૈયારી કરતો હતો. તેમજ તેણે GPSC દ્વારા લેવાતી કલાસ 1-2ની પ્રિલીમ પણ પાસ કરેલ છે અને તેની મેઇન્સ હવે આપશે.

આ ઉપરાંત, મોરબીના ખાનપરના રહીશ રવિ જીવાણી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. આ તકે રવિભાઈના દાદા છગનભાઇ જીવાભાઈ જીવાણી, પિતા વલમજીભાઈ છગનભાઈ જીવાણી, કાકા સુરેશભાઈ છગનભાઈ જીવાણી, ભાઈ ઉમેશભાઈ સુરેશભાઈ જીવાણી તથા જીવાણી પરિવારે રવિભાઈને હજુ વધુ પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text