ટંકારા : સ્નેહલ રાણવાને પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્રથી સન્માનિત કરાઈ

ટંકારા : ટંકારા તાલુકાના શ્રી રામનગર પ્રાથમિક શાળામાં ધો. ૫માં અભ્યાસ કરતી સ્નેહલ પ્રવિણભાઈ રાણવાને પ્રતિભાશાળી વિધાર્થી પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯‌-૨૦માં ઉત્કૃષ્ટ અને વિશેષ પ્રયાસો થકી ધો. ૫માં મુખ્ય વિષયોમાં ૮૦% કરતાં વધારે ગુણ પ્રાપ્ત કરવા બદલ ગુજરાત સરકાર દ્વારા ડો. વિનોદ રાવ સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) ગુજરાત રાજ્ય ગાંધીનગરના હસ્તાક્ષર સાથે પ્રતિભાશાળી વિધાર્થીનું સન્માન પત્ર રામનગર પ્રા. શાળાના શિક્ષકોના હસ્તે અર્પણ કરીને સ્નેહલ રાણવાને સન્માનિત કરી સાથે હર્ષની લાગણી અનુભવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate