મોરબી કલેક્ટરનું જાહેરનામુ : પ્રિસ્ક્રીપ્શન વગર દવા લઇ જનારની મેડીકલ સ્ટોરે નોંધણી કરવાની રહેશે

- text


મોરબી જિલ્લાની ઇન્ડોર સુવિધા ધરાવતી હોસ્પિટલોએ ૫૦% બેડ કોવિડ-૧૯ના દર્દી માટે રિઝર્વ રાખવા અન્ય જાહેરનામુ બહાર પડાયું

મોરબી : હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થાય તેવા હેતુથી મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સર્વેલન્સ ટીમોની રચના કરી ઘરે-ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે સંક્રમણને અટકાવવા તેમજ ટ્રેસ કરવા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામુ બહાર પાડ્યું છે.

- text

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં આવેલ તમામ મેડીકલ સ્ટોરની દુકાન ખાતે જે કોઇ વ્યક્તિ ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર શરદી, ઉધરસ, તાવની દવા (મેડીસીન) લેવા આવે તો તે વ્યક્તિનું નામ, સરનામુ તથા મોબાઇલ નંબર મેડીકલ સ્ટોરના માલિક/મેનેજર દ્વારા અચુક નોંધવાના રહેશે. અને દરરોજ સાંજે આ માહિતી ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ, જિલ્લા સેવાસદન, શોભેશ્વર રોડ, સો-ઓરડી વિસ્તાર, મોરબી-૨ ને અચુક મોકલી આપવાની રહેશે.

આ ઉપરાંત, અન્ય એક જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં આવેલ તમામ ઇન્ડોર સુવિધા ધરાવતી હોસ્પિટલોએ તેની કુલ બેડની ક્ષમતાના ૫૦% બેડ કોવિડ-૧૯ કોરોના વાયરસના દર્દી માટે રિઝર્વ રાખવા પણ જણાવવામાં આવ્યું છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ તથા લાગુ પડતી બીજી કાનુની કાર્યવાહીઓ ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, ૨૦૦૫ ની કલમો ૫૧ થી ૬૦ ની જોગવાઇ અનુસાર શિક્ષાને પાત્ર થશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text